હેલ્થ ટિપ્સઃ પોષક તત્ત્વોથી ભરપૂર પનીર

Saturday 02nd February 2019 06:12 EST
 
 

પનીર ખાવામાં ભલે મોળું લાગતું હોય, પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ લાભકારક છે. દૂધમાંથી બનતા પનીરનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે છે. પનીરમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન અને ફોસ્ફરસ હોય છે. જે શરીરમાં કેલ્શિયમની ઊણપ દૂર કરતું હોવાથી દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય પણ પનીર અનેક બીમારીઓમાં લાભદાયી છે.
• દાંત, હાડકાં અને હૃદયના સ્નાયુની મજબૂતી જાળવવામાં પનીર ઉપયોગી છે. જ્ઞાનતંતુની કામગીરી સરળ રહે તે માટેના કેટલાક જરૂરી તત્ત્વો પણ પનીરમાંથી મળે છે.
• શરીરને યોગ્ય પ્રમાણમાં પોષણ ન મળે તો શરીરમાં નબળાઈ આવે છે. જેના કારણે શરીરમાં દુખાવો વધી જતાં ધીમે ધીમે માણસ સંધિવાનો શિકાર બને છે. સંધિવામાં રાહત મેળવવા માટે પનીરનું સેવન કરવું લાભકારક છે.
• મસલ્સ બનાવવા માટે પ્રોટીનની જરૂર વધારે હોય છે એટલે પનીર ખાવાથી લાભ થાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન રહેલું છે.
• જે વ્યક્તિનું પાચનતંત્ર નબળું હોય તે લોકોને વારંવાર પેટને લગતી પરેશાનીનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિઓએ પનીરનું સેવન કરવું જોઈએ. પનીરમાં પૂરતા પ્રમાણમાં લેક્ટોસ હોવાથી પાચનતંત્ર સુધરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter