પ્રોટીન મેળવવા માટે દાળ મહત્ત્વનો સ્ત્રોત હોવાનું સાબિત થયું છે. શરીર માટે પ્રોટીન બહુ મહત્ત્વનો હોય છે. શાકાહારીઓ વિવિધ પ્રકારની દાળમાંથી તે મેળવતા હોય છે. દાળ શરીર માટે અનેક રીતે ઉપયોગી છે. જેમ કે, દાળ ખાવાથી કેન્સર જેવી ઘાતક બીમારીથી બચી શકાય છે. તે ઉપરાંત ડાયાબિટીસ, હૃદયરોગ અને મેદસ્વિતામાં દાળથી ફાયદો થાય છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સંશોધનમાં સંશોધકોએ જણાવ્યું કે, દાળમાં ફાઈટોકેમિકલ્સ અને ટેનિન્સ હોય છે, જેનાથી દાળમાં એન્ટિઓક્સિડન્ટ અને એન્ટિકાર્સિનોજેનિક ઈફેક્ટ થાય છે. તેના દ્વારા કેન્સર સામે રક્ષણ મળે છે. સંશોધકોનું એમ પણ કહેવું છે કે, દાળમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે અને તેનું ગ્લાઈસેમિક ઈન્ડેક્સ ઓછું હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ દાળ ફાયદાકારક છે. દાળના કારણે દર્દીઓનું શુગર કંટ્રોલમાં રહે છે. દાળ કોલેસ્ટેરોલને પણ કાબૂમાં રાખે છે. ઓબેસિટીથી બચવા માટે પણ દાળ મહત્ત્વનો ખોરાક છે. દાળ પોષકતત્વોના ખજાના સમાન છે. દાળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, મેગ્નેશિયમ અને અન્ય વિટામિન્સ તથા મિનરલ્સ હોય છે. દાળને તેના ગુણના કારણે જ જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ (‘હૂ’) દ્વારા ડાયાબિટીસ, હાર્ટ ડિસીઝ અને અન્ય રોગો માટે યોગ્ય માનવામાં આવે છે. આવા દર્દીઓને પૂરતા પ્રમાણમાં દાળ ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં પ્રોટીન પણ ભરપૂર હોય છે. પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીન ખૂબ જ સારો સ્ત્રોત છે. 25 ગ્રામ દાળમાંથી 100 ગ્રામ પ્રોટીન મળે છે. જે લોકો માંસ અથવા ડેરી પ્રોડક્ટનું સેવન ન કરી શકતા હોય તેમના માટે દાળ પ્રોટીનનો સૌથી મોટો સ્ત્રોત છે.