પ્રત્યેક વ્યક્તિ પોતાના શારીરિક આરોગ્યને તંદુરસ્ત રાખવા લીલાં શાકભાજી, ફળ, પોષણયુક્ત ખોરાકનું સેવન કરતો હોય છે. સામાન્ય રીતે ડ્રાયફ્રૂટમાં સમાવિષ્ટ કાજુ, કિસમીસ, બદામ, પિસ્તા, અખરોટ, જરદાળુ, અંજીર, ખજૂર જેવા તમામ સૂકામેવા પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો ધરાવે છે, પરંતુ આ સૂકામેવા પૈકી કાળી સૂકી દ્રાક્ષ એક એવું ડ્રાયફ્રૂટ છે જે અનેક પ્રકારના ફાયદા કરાવે છે. કાળી સૂકી દ્રાક્ષ દ્વારા આપણ શરીરને થતાં ગુણકારી લાભ જાણીએ...
• ઈમ્યુનિટી વધારેઃ કાળી સૂકી દ્રાક્ષમાં ફાઈબર, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, આર્યન, વિટામિન, એનર્જી, સોડિયમ સહિત કેટલાંય પોષક તત્વો રહેલા છે. તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, જેનાથી શરીરને અનેક બીમારીઓથી બચાવી શકાય છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે.
• બ્લડ પ્રેશર નોર્મલ રાખેઃ કાળી સૂકી દ્રાક્ષના સેવનથી બ્લડ પ્રેશર પણ અંકુશમાં રહે છે. આજની ભાગદોડભરી જીવનશૈલીમાં બ્લડ પ્રેશર વધવાનો ખતરો સહુ કોઇ મંડરાય છે. આથી બ્લડ પ્રેશને કંટ્રોલ કરવા રોજ સવારે કાળી સૂકી દ્રાક્ષનું સેવન કરી શકે છે.
• કોલેસ્ટ્રોલ ઘટાડેઃ કાળી સૂકી દ્રાક્ષના સેવનથી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે. બેડ કોલેસ્ટ્રોલ વધવાથી હાર્ટના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પાડે છે. કાળી સૂકી દ્રાક્ષ ચરબી ઓછી કરીને હૃદયને તંદુરસ્ત બનાવે છે. તેના સેવનથી હાર્ટ એટેકનો ખતરો ઓછો થાય છે.
• કબજિયાત માટે ફાયદાકારકઃ કાળી સૂકી દ્રાક્ષ પાચનતંત્ર માટે ખૂબ જ લાભકારી છે. તેના સેવનથી પાચન સારું થાય છે. તે પાચનને વ્યવસ્થિત રાખીને ગેસ, કબજિયાત, અપચો જેવી સમસ્યાઓથી છુટકારો અપાવે છે. તેના સેવનથી પેટ પણ સારી રીતે સાફ થાય છે.
• હાડકાં મજબૂત કરે છેઃ કાળી સૂકી દ્રાક્ષમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. તે હાડકાને સ્વસ્થ અને મજબૂત રાખે છે. કાળી સૂકી દ્રાક્ષના સેવનથી હાડકા મજબૂત થાય છે. રોજ 8થી 10 કાળી સૂકી દ્રાક્ષનું સેવન કરવાથી હાડકાં મજબૂત અને તંદુરસ્ત રહે છે. મોટી ઉંમરના લોકોમાં કુદરતી રીતે કેલ્શિયમનું પ્રમાણ ઘટી જતું હોય છે તેથી તેઓ હાડકાંને લગતી બીમારીઓના શિકાર બને છે. કેલ્શિયમની ઉણપવાળા લોકોએ દરરોજ કાળી સૂકી દ્રાક્ષનું સેવન કરવું હિતાવહ છે.