હેલ્થ ટિપ્સઃ સીંગદાણાનું સેવન કરો અને નિરોગી રહો

Saturday 20th January 2024 06:05 EST
 
 

શિયાળાની ઋતુમાં ઈન્ફેક્શનનું જોખમ વધી જાય છે. આ સિઝનમાં એવી ચીજો ખાવી જોઈએ જેનાથી ઈમ્યુનિટી વધારવામાં મદદ મળી શકે. ગોળ અને સીંગદાણા બંનેની તાસીર ગરમ હોય છે જે શિયાળામાં ખૂબ ફાયદાકારક બને છે. બંનેનું કોમ્બિનેશન શિયાળામાં ખાવાથી મજેદાર હોવાની સાથે સાથે લાભ કરાવે છે. જાણો તેના ફાયદા વિશે.
• શરદી ઉધરસઃ ગોળ અને મગફળી બંનેની તાસીર ગરમ હોવાથી તેના સેવનથી શરીરમાં ગરમાવો બની રહે છે જે શિયાળા માટે રામબાણ છે. તે ઈમ્યુનિટી બુસ્ટ કરવામાં પણ ફાયદાકરક છે.
• બ્લડ સર્ક્યુલેશનઃ સીંગદાણા અને ગોળને એકસાથે ખાવાથી બ્લડ સર્ક્યુલેશનમાં સુધારો થાય છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ આયર્ન સારું બનાવે છે અને બ્લડ સર્ક્યુલેશનને સારું બનાવે છે.

• ઈમ્યુનિટી બૂસ્ટરઃ બંનેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર અને પોટેશિયમ હોય છે, જે ઈમ્યુનિટી વધારવામાં સહયોગ કરે છે. તેના સેવનથી શરીરમાં થનારા બેક્ટેરિયલ ઈન્ફેક્શનને પ્રભાવી રીતે ઠીક કરવામાં મદદ મળે છે.
• હાડકાં મજબૂત બનેઃ સીંગદાણા અને ગોળ બંનેમાં કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે હાડકાં મજબૂત બનાવે છે.
• લોહી સાફ કરેઃ ગોળ અને સીંગદાણાના સેવનથી હિમોગ્લોબીનના સ્તરમાં સુધારો થાય છે. બ્લડને ડિટોક્સિફાય કરવામાં તેનો ઉપયોગ કરી શકાય છે. તેમાં રહેલા એન્ટિઓક્સિડન્ટ તેમાં મદદ કરે છે.
• પાચનને સારું બનાવેઃ તેમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર મળે છે જે કબજિયાત, અપચો અને એસિડિટીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter