આજે સમય એવો છે કે તમારી આસપાસ બધે જ મશીનો કામ કરી રહ્યા છે અને આ મશીનો તથા વાહનોનો ઘોંઘાટ તમને બહેરા બનાવી રહ્યો છે. મોબાઈલના હેન્ડ્સફ્રી, પાર્ટીના લાઉડ સ્પીકર, ઘોંઘાટ તમને બહેરા બનાવે છે. બહેરાશથી બચવાનો સૌથી પહેલો ઉપાય 85 ડેસિબલ કરતાં વધુ અવાજથી બચવાનો. જેમ કે, સભા સરઘસ, ડીજે, સિનેમાઘરના લાઉડસ્પીકર, કારખાનાના મશીનો, ભારે વાહનો વગેરે તેનાથી મોટો અવાજ કરે છે. મોબાઈલ લેપટોપના ઇયરપ્લગમાં મોટો અવાજ રાખીને ફિલમ કે ગીતો માણવાથી 85 ડીસેબલ કરતાં મોટો અવાજ કાનને બહેરા બનાવે છે. આથી બહેરાશથી બચવા માટે ઘોંઘાટથી દૂર રહો. બનેએટલા શાંત વિસ્તારમાં રહો. ઘોંઘાટ વચ્ચે રહેવું જ પડે એમ હોય તો અવાજથી બચવાના ઇયર પ્લગ પહેરો. ધ્રૂમ્રપાનની કુટેવ હોય તો અવશ્ય છોડી દો. આ પણ બહેરા બનાવે છે. કાન ક્યારેય જાતે સાફ ન કરો. હંમેશા ડોક્ટર પાસે જ કાનની સફાઈ કરાવો. ડોક્ટરને પૂછશો તો તેઓ 200 એવી દવાઓની યાદી આપશે જે લાંબો સમય લેવાથી બહેરાશ આવે છે. બ્લડપ્રેશર રહેતું હોય, દરરોજ નિયત માત્રાથી વધુ આલ્કોહોલનું સેવન કરતા હો, તમારી જાણ બહાર તમને ડાયાબિટીસ હોય, સતત માનસિક તણાવ રહેતો હોય તો બહેરાશ આવવાની શક્યતા વધી જાય છે.
બહેરાશન સમસ્યાથી બચવા માટે વિટામીન, ખનીજ અને લોહતત્ત્વ ધરાવતા ખોરાક ડોક્ટરની સલાહ મુજબ રોજરોજ ખાવાનું રાખો. પરિવારમાં તમારા પૂર્વજોમાં બહેરાશ હોય તો વિશેષ સતર્ક રહો. હેર ડ્રાયરની હવા સીધી કાનમાં ન જવા દો. જ્યાં પવનના સૂસવાટા બોલતા હોય એવી જગ્યાઓથી તો હંમેશા દૂર જ રહો.