ડ્રાયફૂટનો રાજા ગણાતા અખરોટ ખાવામાં જેટલા સ્વાદિષ્ટ લાગે છે તેટલા જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ જ અખરોટને જો ગાયના ઘી સાથે લેવામાં આવે તો સ્મરણશક્તિમાં ખૂબ વધારો થાય છે સાથે સાથે જ બીજી અનેક બીમારીઓથી પણ બચી શકાય છે. દરરોજ ૨૫થી ૩૦ ગ્રામ અખરોટ ખાવાથી મગજ મજબૂત થાય છે. ગાયનાં ઘીમાં અખરોટ શેકીને ખાવાથી પણ મગજને વધારે ફાયદો થાય છે. સાંધાના દર્દમાંથી છૂટકારો મેળવવા માટે પણ અખરોટ ફાયદાકારક છે. અખરોટનાં તેલ વડે સાંધા પર માલિશ કરવાથી પણ ફાયદો થાય છે. અખરોટનું તેલ હાડકાં તથા માંસપેશીઓ માટે ઘણું ગુણકારી છે. જો નિયમિત રીતે તેનું સેવન કરવામાં આવે તો શરીર ખૂબ મજબૂત બની જાય છે અને દર્દની સમસ્યામાંથી પણ છૂટકારો મળે છે. શરીરનો સોજો ઘટાડવામાં પણ અખરોટ અકસીર છે. શરીર પર સોજો આવ્યો હોય તો અખરોટની છાલ પીસીને તેનો લેપ બનાવીને લગાડતાં આરામ મળે છે સાથે માંસપેસીઓમાં સ્ટ્રેસ પણ ઘટે છે. અખરોટ અને ગાયના ઘીનું મિશ્રણ ટીબીના દર્દીઓ માટે ઘણું ગુણકારી છે. તેના સેવનથી ટીબી રોગીઓને ઘણો લાભ થાય છે. જે બાળકોને પથારીમાં પેશાબ કરવાની તકલીફ હોય તેમને નિયમિત અખરોટ ખવડાવો, આ સમસ્યા દૂર થઇ જશે.