ભારતીય રસોડામાં વપરાતી એલચી વર્ષોથી તેના સ્વાદ અને સ્વાસ્થ્ય લાભ માટે જાણીતી છે. એલચી ભોજન અને મીઠાઈનો સ્વાદ વધારવાની સાથે સ્વાસ્થ્યને પણ જબરદસ્ત ફાયદા કરે છે. એલચી એવો મસાલો છે જે તેની સુગંધ સાથે સ્વાસ્થ્યવર્ધક ફાયદા માટે જાણીતો છે. એલચી મેટાબોલિઝમને સક્રિય કરે છે. એલચીના નાનકડા બીમાં જે ગુણ હોય છે તે શરીરને મોટા ફાયદા કરે છે. રાત્રે સૂતાં પહેલા જો બે એલચી ચાવીને ખાવાથી શરીરને અનેક લાભ થાય છે. તો ચાલો જાણીએ એલચીના ફાયદા...
• રાત્રે સૂતા પહેલા 2 એલચી ચાવીને ખાવાથી ગેસ અને પેટની સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. એલચીને ધીરે ધીરે ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી અને સ્વાસ્થ્ય સમસ્યામાં પણ ફાયદો થાય છે.
• આજના સમયમાં લોકોને વર્ક પ્રેશરના કારણે ઊંઘમાં પણ સમસ્યા રહે છે. રાત્રે બરાબર ઊંઘ ન આવતી હોય તો એલચી ખાવાથી ફાયદો થાય છે. એલચી ચાવીને ખાવાથી રાત્રે ઊંઘ સારી આવે છે. બે એલચી ચાવીને ખાઈ લીધા પછી હુંફાળું પાણી પી લેવું.
• એલચીનું સેવન વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. રાત્રે એલચી ચાવીને ખાવાથી શરીરમાં જામેલી ચરબી ઓછી થાય છે. તેનાથી શરીરને પોટેશિયમ, ફાઇબર અને કેલ્શિયમ મળે છે સાથે જ વજન કંટ્રોલ કરવામાં મદદ થાય છે.
• એલચી ચાવીને ખાવાથી ઓરલ હેલ્થ સુધરે છે. એલચી રાત્રે ખાવાથી મોઢામાં આવતી વાસ અને શ્વાસને દુર્ગંધથી રાહત મળે છે. બે એલચીને રાત્રે સૂતાં પહેલા ચાવીને ખાવી અને પછી હુંફાળું પાણી પીવું.