શિયાળાની ઋતુમાં દરેક વ્યક્તિએ દરરોજ કિસમિસનું સેવન કરવું જોઈએ. કિસમિસનું સેવન કરવાથી તમને પાંચ અદભૂત ફાયદા મળશે. કિસમિસ પોષક તત્વોથી ભરપૂર હોય છે. ભારતીય ઘરોમાં કિસમિસનો ઉપયોગ કરીને ખીર, હલવો, લાડુ વગેરે સાથે થાય છે. આ સિવાય ઘણા લોકો સવારે ઉઠ્યા પછી સીધા ખાલી પેટ કિસમિસ ખાય છે. પરંતુ રોજ કિશમિશ ખાવાના ફાયદા બહુ ઓછા લોકો જાણે છે. આવો જાણીએ કે, સવારે પાણીમાં આખી રાત પલાળેલી કિસમિસ ખાવાથી શું ફાયદા છે? કિસમિસ અનેક રીતે ફાયદાકારક છે, પરંતુ તે ઠંડીના દિવસોમાં અલગ પરિણામ આપે છે. જો તમે કિસમિસને આખી રાત પલાળી રાખો અને સવારે તેને પાણીમાં મસળીને તે પાણીનું સેવન કરો તો તમારું પેટ સાફ રહેશે. આ સાથે તમારી ત્વચા ચમકશે અને તમે લાંબા સમય સુધી યુવાન દેખાશો. તે કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં પણ ફાયદાકારક છે. કિસમિસ કેલ્શિયમનો પણ સારો સ્ત્રોત છે. આ સ્થિતિમાં જો તમે રોજ પલાળેલી કિશમિશ ખાઓ તો તેનાથી તમારા હાડકાં મજબૂત થશે.
વળી, કિસમિસ આયર્નનો ખૂબ જ સારો સ્ત્રોત છે. તેથી, જો તમારા શરીરમાં આયર્નની ઉણપ છે કે એનિમિયા છે તો તમે કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને સવારે તેનું સેવન કરી શકો છો. દરરોજ પલાળેલી કિસમિસ ખાવાથી તમને પર્યાપ્ત માત્રામાં આયર્ન મળશે ને લોહીની ઉણપ દૂર થશે. જો તમે કિસમિસને આખી રાત પલાળીને સવારે તેનું સેવન કરશો તો તમારું શરીર ડિટોક્સિફાય થશે. આનાથી શરીરમાં એકઠો થયેલો તમામ ઝેરી કચરો સરળતાથી દૂર થઈ જશે. પલાળેલી કિશમિશ અને તેનું પાણી પીવાથી લીવર પણ ડિટોક્સ થાય છે. તેની અસર તમારા આખા શરીર પર જોઈ શકાય છે. કિસમિસમાં ભરપૂર માત્રામાં વિટામિન અને મિનરલ્સ છે. તેથી કિસમિસનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પણ ઉપયોગી છે. આમ તમે બેક્ટેરિયલ ચેપથી પણ બચી શકો છો. કિસમિસની પ્રકૃતિ આમ જૂઓ તો ગરમ હોય છે. તેથી ડાયરેક્ટ કિસમિસનું સેવન કરવાથી તમને છાતી અથવા પેટમાં બળતરાનો અનુભવી થઈ શકે છે. પરંતુ જો તમે કિસમિસને આખી રાત પાણીમાં પલાળીને ખાશો તો તેનાથી એસિડિટીથી રાહત મળશે.