વેઇટ લોસ જર્નીમાં પ્રોટીનની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની છે. એવામાં ઇંડાને પ્રોટીનનો સૌથી સારો સોર્સ માનવામાં આવે છે. પરંતુ જો તમે ઇંડા નથી ખાતા તો તેના સિવાય પણ બીજી એવી ઘણી વસ્તુઓ છે જેનાથી તમે પોતાના શરીરમાં પ્રોટીનની કમીને પૂરી કરી શકો છો.
• સોયાબીનઃ તેમાં સેચ્યુરેટેડ ફેટ ખૂબ ઓછી હોય છે અને વિટામિન સી, પ્રોટીન અને ફોલેટનું પ્રમાણ વધારે હોય છે. એક કટોરી સોયાબીનના શાકમાં 28 ગામ પ્રોટીન મળી આવે છે.
• ગ્રીક યોગર્ટઃ એક કટોરી ગ્રીક યોગર્ટમાં 12થી 17.3 ગ્રામ પ્રોટીન મળે છે. સાથે જ તેમાં ઘણા પ્રકારના પોષક તત્ત્વો પણ મળી આવે છે. આથી નિયમિત ગ્રીક યોગર્ટ આરોગો.
• બદામઃ બદામ હૃદય અને દિમાગ માટે તો હેલ્ધી છે જ સાથે સાથે તેમાં પ્રોટીન પણ વધારે પ્રમાણમાં હોય છે. પોણો કપ બદામમાં 7.5 ગ્રામ પ્રોટીન મળી રહે છે.
• કોળાના બીજઃ પમ્પકીન સીડ્સને પ્રોટીન રિચ ફૂડ માનવામાં આવે છે. 30 ગ્રામ કોળાના બીજમાં 9 ગામ પ્રોટીન મળી આવે છે.
• મગફ્ળીઃ તેમાં મોનો અનસેચ્યુરેટેડ, પોલી અનસેચ્યુરેટેડ ફેટ્સ અને વિટામિન-ઈ મળી આવે છે. એક કટોરી મગફ્ળીમાં 7 ગ્રામ પ્રોટીન મળી આવે છે.
• ચણાઃ એક કપ રાંધેલા ચણામાં 12 ગ્રામ પ્રોટીન મળી આવે છે. આ ઉપરાંત તેમાં આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ઝિંક અને વિટામિન કે ભરપૂર પ્રમાણમાં હોય છે.
• પનીરઃ પનીરમાં ઘણા પ્રકારના પોષક તત્ત્વો મળી આવે છે. પણ જો પ્રોટીનની જ વાત કરીએ તો, 100 ગ્રામ પનીરમાં 23 ગ્રામ પ્રોટીન મળી આવે છે.
• હેમ્પ સીડ્સઃ હેમ્પ સીડ્સમાં કેલેરી ઓછી અને પ્રોટીન વધારે મળી આવે છે. બે ટેબલસ્પૂન હેમ્પ સીડ્સમાં લગભગ 6.3 ગ્રામ પ્રોટીન મળી આવે છે.