અજાણ્યા સ્થળોની મુલાકાત મનને ખુશ કરી દેનારી કે પછી ચોંકાવી દેનારી વસ્તુઓથી મળતી ખુશી નર્વસ સિસ્ટમને શાંત કરે છે, ઈફ્લેમેશન ઘટે છે અને સામૂહિકતાની ભાવના પેદા કરે છે. બર્કલે ખાતેની કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાનના પ્રોફેસર ડેચર કેલ્ટનરના અનુસાર આ પ્રકારની વોકને ‘ઓ વોક’ કહે છે. ‘ઓ વોક’ કરનારા લોકોમાં ઉત્સાહ વધુ હોય છે. તેઓ વધુ સકારાત્મકતાનો અનુભવ કરે છે.
આ રીતે શરૂ કરો ઓ વોક
• નવા સ્થળની પસંદગી કરોઃ એવું સ્થળ પસંદ કરો જ્યાં તમે અગાઉ ક્યારેય ગયા ન હો. જેમ કે, કોઈ નજીકનો બગીચો કે ગલી જેને તમે ક્યારેય જોયા જ ન હોય અથવા કોઈ તળાવ કે પછી જળાશયનું સ્થાન. જો આજુબાજુમાં આવું સ્થળ ન હોય તો એવા સ્થળે જાઓ જ્યાં લાંબા સમયથી ગયા ના હો. તેને નવેસરથી એક્સપ્લોર કરવાનો પ્રયાસ કરો. એવું અનુભવો જાણે પહેલીવાર આ સ્થળની મુલાકાતે આવ્યા હો. અહીં પહોંચ્યા પછી આ માહોલમાં સેટ થવા, જગ્યા સાથે કનેક્ટ થવા ખુદને 20 મિનિટ આપો. બની શકે તો ફોન પણ બંધ કરી દો. હવે થોડા ઊંડા શ્વાસ લો. ચાર સુધી ગણતરી કરીને ઊંડા શ્વાસ લો, પછી 4 સેકેન્ડ રોકો અને 6 સુધી ગણતા ધીમે-ધીમે શ્વાસ છોડો.
• સ્થળ - ધ્વનિ - સુગંધ પર ધ્યાન આપોઃ હવે આજુબાજુના એ સ્થળ અવાજો અને સુગંધ પર ધ્યાન આપો, જે તમારી અંદર આશ્ચર્ય પમાડતી ભાવના પેદા કરી દે. આવો અવસર આવતાં જ થભી જાઓ. તેને અનુભવો. ચહેરાને સ્પર્શ કરીને પસાર થતા પવનને અનુભવો, કોઈ ફૂલની પાંખડીને સ્પર્શ કરો. આજુબાજુનાં અવાજો સાંભળો.
• નાની શરૂઆત કરોઃ જ્યારે પણ કોઇ સ્થળે ફરવા જાઓ, થોભીને અજાણી કે નવી વસ્તુઓને જાણવા, સમજવાનો પ્રયાસ કરો. નાની-નાની બાબતોથી શરૂઆત કરીને વિઝન મોટું કરતા જાઓ. ઉદાહરણ તરીકે, જો તમે કોઈ ભીડની વચ્ચે છો તો એક વ્યક્તિ પર ફોકસ કર્યા પછી ધીમે-ધીમે આખી ભીડ પર નજર નાખો. ભીડના સ્વરૂપમાં એકત્રિત લોકો કેવા પ્રકારની ગતિવિધિઓ કરી રહ્યા છે તેને સમજવાનો પ્રયાસ કરો. ઘરેથી બહાર નીકળો ત્યારે પણ આજુબાજુની ચોક્કસ લંબાઈ-પહોળાઈમાં રહેલી વસ્તુઓ પર ધ્યાન આપો.