શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈની ભરપૂર પ્રશંસા માત્ર એક ટીકા કરવાથી કેમ નકામી બની જાય છે? સુંદર લાંબી રજાઓનો આનંદ અંતિમ દિવસે થયેલા કોઈ નાનકડા ઝઘડાને લીધે કેમ સમાપ્ત થઈ જાય છે? ભોજનની ઉપર ઉડતી માખી કેમ સારામાં સારા ભોજનનો આનંદ છીનવી લે છે? આ તમામ પ્રશ્નોનું કારણ એ છે કે, આપણું મગજ હંમેશા નકારાત્મક વસ્તુઓને ઝડપથી નોટિસ કરે છે. તેનું સમાધાન છે કૃતજ્ઞતા. દરરોજ કોઈ ત્રણ વસ્તુ લખો, જેના માટે તમે આભારી છો. તેનાથી તમારું જીવન સકારાત્મક વસ્તુઓ ૫૨ ફોકસ કરવા લાગશે. આમ છતાં એમ લાગે કે જીવનમાં કશું સકારાત્મક નથી તો ‘કાઉન્ટર ફેક્ચુઅલ થિન્કિંગ’ અપનાવો. તેના માટે ‘જો આ ન હોય તો’ ફોર્મ્યુલાની મદદ લો. તેમાં તમારે ખુદને જ પુછવાનું છે કે, જો સૌથી સારો મિત્ર તમારી પાસે ન હોત તો? જો ખાવા માટે કંઈ ન મળતું તો? તમને લાગશે કે તમારી પાસે આભાર વ્યક્ત કરવા માટે કેટલી બધી વસ્તુઓ છે? આપણે એ દિવસ માટે ક્યારેય આભાર માનતા નથી, જ્યારે બીમાર કે તકલીફમાં હોતા નથી. એ રાત્રીનો ક્યારેય આભાર માનતા નથી કે જ્યારે વરસાદમાં માથે છત હોય છે.
એડી જાકૂ નામના જર્મન વ્યક્તિએ 100 વર્ષની વયે લખેલું પુસ્તક ‘ધ હેપ્પીએસ્ટ મેન ઓન અર્થ’માં જણાવ્યું છે કે, તમે ખુશ રહેશો કે નહીં તે પરિસ્થિતિ નક્કી કરતી નથી. તમારી ખુશી માત્ર તમારા પર આધાર રાખે છે. આ સાત મંત્રોથી જાણો કે તમે કેવી રીતે ખુદને ખુશ રાખી શકો છો...
v જિંદગી સૌથી કપરા સમયમાં હોય ત્યારે ચમત્કાર થાય છે.
v તમારી નબળાઈઓને જીતી લો, કેમ કે નબળાઈઓ જ નફરત શીખવાડે છે. નાખુશી વધારે છે. v દોસ્તી આત્માની સૌથી સારી ઔષધી છે, તેનો સાથ જીવનમાંથી ક્યારેય ન છોડો. v જો તમે નૈતિકતા ગુમાવી દો છો, તો પછી કંઈ બચતું નથી. તમે ખુદને જ ગુમાવી બેસો છો. v પરિવારથી વધીને કંઈ પણ નથી, તેને સૌથી વધુ મહત્ત્વ આપો. v ખુશાલી વહેંચો, જેટલું શક્ય હોય તેટલું જરૂરિયાતમંદોની મદદ કરો. આપવાથી મોટું કોઈ સુખ નથી.
v પરિસ્થિતિ ગમે તેવી કેમ ન હોય, પરંતુ તંદુરસ્તી જાળવો.