હેલ્થ ટિપ્સઃ સરગવાનાં પાનઃ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાનસમાનુ

Saturday 12th October 2024 10:45 EDT
 
 

સરગવો ખૂબ જ ગુણકારી હોય છે. સરગવાનો ઉપયોગ અલગ અલગ રીતે કરાય છે. મોટાભાગે રસોઈમાં સરગવાનો ઉપયોગ થતો હોય છે, પરંતુ સરગવો એટલા બધા પોષક તત્ત્વોથી ભરપૂર છે કે તે શરીરની ગંભીર બીમારીઓને પણ દૂર કરી શકે છે. સરગવાની માત્ર સિંગ જ નહીં પરંતુ તેના પાન પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. સરગવાના પાનનું ચૂર્ણ બનાવીને ખાવાથી ડાયાબિટીસ સહિતની સમસ્યાઓ દૂર થઈ શકે છે. આજે આપણે જાણીએ કે સરગવાના પાન કેટલા ફાયદાકારક છે અને તેનો ઉપયોગ કરવાથી કઈ કઈ બીમારીઓ દૂર થાય છે.
• હાર્ટ હેલ્ધી રહેઃ જો તમારું બેડ કોલેસ્ટ્રોલ વધેલું છે તો હાર્ટએટેકનું જોખમ પણ વધી જાય છે. તેવામાં સરગવાના પાનનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલને ઘટાડી શકાય છે જે આપણા હાર્ટ માટે ફાયદાકારક છે.
• હાડકાં મજબૂત કરેઃ સરગવામાં કેલ્શિયમ અને ફોસ્ફરસ હોય છે જે બોન હેલ્થ માટે જરૂરી પોષક તત્ત્વો છે. સરગવાના પાનમાં જે એન્ટિઈન્ફ્લેમેટરી ગુણ ધરાવે છે તે સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત આપે છે.
• બ્લડ સુગર કંટ્રોલ કરેઃ ડાયાબિટીસના દર્દીઓને જો બ્લડ સુગર સતત હાઇ રહેતું હોય તો સરગવાના પાન ખાવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે. સરગવાના પાનમાં એવા તત્ત્વો હોય છે જે બ્લડ સુગરને કંટ્રોલ કરે છે.
• ઇમ્યુનિટી વધારેઃ સરગવાના પાનનું સેવન કરવાથી ઈમ્યુનિટી પણ બુસ્ટ થાય છે. સરગવાનું શાક જો તમે અઠવાડિયામાં એક વખત ખાવ છો તો શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધી જાય છે.
આ ઉપરાંત સરગવાના પાનના ચૂર્ણનું નિયમિત સેવન કરવાથી શરીરને એનર્જી પણ મળે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter