તમે ભલે કળાના ક્ષેત્રમાં નિપુણ ન હોવ, પરંતુ રસ-રુચિના હિસાબે થોડો ઘણો પ્રયાસ પણ કરો તો તમારા માનસિક આરોગ્યને ચમત્કારિક ફાયદો થાય છે. અમેરિકાના મનોચિકિત્સક ડોક્ટર ફ્રેન્ક ક્લાર્ક જણાવે છે કે, તેઓ જ્યારે નિરાશાના સમયમાંથી પસાર થઈ રહ્યા હતા, તો તેમાંથી બહાર નીકળવા માટે દોડવા, યોગ અને થેરપી જેવા અનેક રસ્તા પસંદ કર્યા. જોકે ફાયદો થયો નહીં. જ્યારે કવિતા લખવાનું વિચાર્યું તો મૂડમાં પરિવર્તન અનુભવાયું. અનેક અભ્યાસ જણાવે છે કે, કોઈ કલાકૃતિ બનાવવાથી કે સંગીત સમારોહમાં જવાથી માનસિક આરોગ્યને ફાયદો થાય છે.
• ચિત્રકામ કરોઃ તમને ચિત્રકામ આવડતું હોય એ જરૂરી નથી. કોઈ પણ ચિત્રકામ માનસિક તંદુરસ્તી સુધારે છે. સૌથી પહેલા કોઈ પણ તસવીર બનાવો, પછી બીજા ચિત્રમાં પોતાની સૌથી મોટી સમસ્યા જણાવો. ત્રીજા ચિત્રમાં બધી સમસ્યાનો ઉકેલ થયા પછીનું ચિત્ર બનાવો. તેનાથી તમે પોતાની જાતને સારી રીતે ઓળખશો.
• સંગીતને સ્થાનઃ ગીત-સંગીત સાંભળવા, કોઈ વાદ્ય વગાડવા કે ગીત ગાવાથી માનસિક આરોગ્ય પર સકારાત્મક અસર થાય છે. સંગીતથી તણાવનું સ્તર ઘટાડી શકાય છે, કેમ કે સંગીતના બોલ, તાલ, સ્વર મગજને વ્યસ્ત રાખે છે.
• કવિતાઓ લખોઃ એ વિચાર મનમાંથી કાઢી નાખો કે તમે રચનાત્મક નથી. પોતાની જાતમાં વિશ્વાસ રાખો અને ચારથી પાંચ લાઈનની કવિતા લખો. સપ્તાહમાં એક કવિતા વાંચવાથી માનસિક આરોગ્ય સુધરે છે.
સરળ ચિત્રોમાં રંગ ભરવાને બદલે કપરી ડિઝાઇનમાં રંગ ભરવા પર ફોકસ કરો. એક અભ્યાસમાં જોવા મળ્યું કે માંડલા ડિઝાઇન (જૂઓ ફોટો)માં 20 મિનિટ રંગ ભરવાથી ચિંતા ઘણી હદ સુધી દૂર કરી શકાય છે.