સવારે ભૂખ્યા પેટે કેટલીક વસ્તુઓનું સેવન કરવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સવારે ભૂખ્યા પેટે કેટલાક ખાદ્ય પદાર્થનું સેવન કરવાથી આંતરડાંને નુકસાન થઈ શકે છે. ખાલી પેટે કઈ વસ્તુઓનું સેવન ના કરવું જોઈએ તે અહીં જણાવવામાં આવ્યું છે. તમે પણ આ સામાન્ય સુચનાને અનુસરીને શરીરને નુકસાન થતું ટાળી શકો છો.
• કાકડીઃ સવારે ભૂખ્યા પેટે કાકડીનું સેવન કરવાથી પેટમાં દુખાવો થઈ શકે છે. આ કારણ સવારે ભૂખ્યા પેટે કાકડી ના ખાવી જોઈએ.
• ખાટા ફળઃ સાઇટ્રસ ફ્રુટ્સની પ્રકૃતિ એસિડિક હોય છે તેથી સવારે ભૂખ્યા પેટે ખાટા ફળોનું સેવન કરવાથી પેટમાં બળતરા અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.
• કેળાઃ કેળામાં ભરપૂર માત્રામાં મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. ભૂખ્યા પેટે કેળાનું સેવન કરવાથી શરીરમાં મેગ્નેશિયન અને પોટેશિયમનું સંતુલન જળવાતું નથી.
• સફરજનઃ દરરોજ એક સફરજનનું સેવન ભલે તમને ડોક્ટરથી દૂર રાખતું હોય, પરંતુ ભૂખ્યા પેટે તેનું સેવન ટાળવું જોઇએ. આયુર્વેદ અનુસાર સવારે ભૂખ્યા પેટે સફરજનનું સેવન કરવાથી બ્લોટિંગ અને કબજિયાતની સમસ્યા થાય છે.
• ચા-કોફીઃ સવારે ભૂખ્યા પેટે ચા કે કોફીનું સેવન કરવાથી પેટમાં તકલીફ થઈ શકે છે. ગેસ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે.
• ટામેટાંઃ ટામેટામાં ટેનિક એસિડ હોય છે. ભૂખ્યા પેટે ટામેટાનું સેવન કરવાથી એસિડ રિફલ્કશની સમસ્યા વધે છે.
• તીખી વસ્તુઓઃ સવારે ભૂખ્યા પેટે મરચાં-મસાલાવાળી વસ્તુઓ ખાવાથી પેટમાં બળતરા અને અપચાની સમસ્યા થવા લાગે છે.
• કાચા શાકભાજીઃ કાચા શાકભાજીમાં ફાઈબર તથા અનેક પ્રકારના પોષક તત્ત્વો રહેલા હોય છે. પરંતુ ભૂખ્યા પેટે કાચા શાકભાજી ખાવાથી પેટમાં દુખાવો થઈ શકે છે.