સ્ત્રીઓને માસિક દરમિયાન માઈગ્રેનના વધુ હુમલા?
સ્ત્રીઓ માસિક દરમિયાન માઈગ્રેનથી પીડાતી હોવાનું વધુ જણાય છે ત્યારે એક નવા અભ્યાસ મુજબ માસિક સાઈકલના ગાળામાં હોર્મોન્સના પ્રમાણમાં ભારે ચડાવઉતાર થતો હોય છે ત્યારે પેપ્ટાઈડ CGRP (કેલ્સિટોનિન જીન- રિલેટેડ પેપ્ટાઈડ) માં વધારો થવાના કારણે માઈગ્રેનના હુમલા વધી જાય છે. માઈગ્રેન્સ સાથે સંકળાયેલા આ પેપ્ટાઈડમાં વધારો માસિક સાઈકલના ગાળામાં એસ્ટ્રોજન હોર્મોનમાં ઘટાડાની સાથે સુસંગત હોય છે. એસ્ટ્રોજનના ઘટાડાથી CGRP ના વધારાને ઉત્તેજન મળે છે તે કારણ હજુ સ્પષ્ટ નથી. જોકે, ન્યૂરોલોજી જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં જેઓ કોન્ટ્રાસેપ્ટિવ્ઝનો ઉપયોગ કરતા હોય અથવા મેનોપોઝમાં આવી ગયા હોય તેમનામાં CGRP માં વધારો જોવા મળ્યો ન હતો. આમ છતાં, તેમને માઈગ્રેનના હુમલા અનુભવ્યા હતા. નિષ્ણાતો દાયકાઓથી જાણે છે કે માસિક શરૂ થવાના ગાળા પછી માઈગ્રેનના વધતા હુમલા સાથે એસ્ટ્રોજન હોર્મોનમાં ઘટાડાને સંબંધ છે પરંતુ, આની પાછળનું મિકેનિઝમ અસ્પષ્ટ રહ્યું હતું. જોકે, આ પાઈલોટ સ્ટડીના લીધે માસિક સ્રાવના ગાળામાં વધતા અને મેનોપોઝ પછી ઘટતા માઈગ્રેનના હુમલા સમજી શકાયા છે
કીમોથેરાપી બધા કેન્સર માટે અસરકારક નથી
કેટલાક કેન્સરની ગાંઠ કીમોથેરાપીને પ્રતિસાદ શા માટે આપતી નથી તે શોધવા વિજ્ઞાનીઓ પ્રયાસ કરી રહ્યા છે. 2020માં વિશ્વમાં 19 મિલિયન લોકો કેન્સરથી પીડાય છે જેમાંથી ઘણા લોકોને કીમોથેરાપી સારવાર અપાય છે. જોકે, કીમોથેરાપી દરેક પ્રકારના કેન્સર અથવા વ્યક્તિ માટે સંપૂર્ણ કામ કરતી નથી.
ગારવાન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ રિસર્ચના સંશોધકો એ તારણ પર પહોંચ્યા છે કે કીમોથેરાપીને પ્રતિસાદ આપવાની ટ્યૂમરની ક્ષમતા અનિશ્ચિતતા આધારિત રહે છે. તેમનું કહેવું છે કે ચોક્કસ ડ્રગ્સની સાથો સાથ લેવાય તો સમયાંતર પ્રતિકારક બનતા કેન્સર સેલ્સ સામે કીમોથેરાપી વધુ અસરકારક બને છે. આ અભ્યાસ જર્નલ સાયન્સ એડવાન્સીસમાં પ્રસિદ્ધ કરાયો હતો.