હેલ્થ બૂલેટિન

Sunday 28th May 2023 09:32 EDT
 
 

ધૂમ્રપાન અને ડાયાબિટીસનું વિષચક્ર
ટાઈપ 1 અને ટાઈપ2 ડાયાબિટીસ ધરાવતા પેશન્ટ્સમાં મોતનું કારણ બનતા ગ્લુકોઝ, લિપિડ્સ અને બ્લડ પ્રેશર સહિત તમામ જોખમોમાં ધૂમ્રપાન સૌથી જોખમી છે. ટાઈપ2 ડાયાબિટીસ અને ધૂમ્રપાન જાહેર આરોગ્ય સમસ્યાઓમાં મુખ્ય છે જે આયુષ્ય ઘટાડે છે. સ્મોકિંગ જીવનમાંથી સરેરાશ 10 વર્ષ અને ટાઈપ2 ડાયાબિટીસ 6 વર્ષ કાપી નાખતા હોય તો બંને મળીને કેટલા વર્ષ ઘટાડી નાખે તે વિચારવા જેવું છે. ફ્રાન્સના જાહેર આરોગ્ય સત્તાવાળાના જણાવ્યા મુજબ ટાઈપ 1 ડાયાબિટીસ સાથેના દર્દીઓના 25.3 ટકા તેમજ ટાઈપ2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓના 13.4 ટકા વયસ્કો રોજ સ્મોકિંગ કરે છે. આ માત્ર ફ્રાન્સની વાત નથી. થોડા ઘણા આંકડાકીય ફેરફાર સાથે લગભગ બધા દેશને આ લાગુ પડે છે. સામાન્ય પણે વિશ્વમાં ધૂમ્રપાન કરનારાની સંખ્યા ઘટતી જાય છે પરંતુ, ડાયાબિટીસના દર્દીઓ માટે આ સંપૂર્ણ સાચું નથી. સ્મોકિંગથી વ્યક્તિનું ટાઈપ2 ડાયાબિટીસનું જોખમ 40 ટકા સુધી વધી જાય છે.

એકાંતરા ઉપવાસથી પણ ફેટી લીવરની સમસ્યા ઘટશે
સામાન્યપણે શરાબનું સવન કરનારા લોકોને ફેટી લીવર અથવા તો લીવરની આસપાસ ચરબી જામી જવાની સમસ્યા સર્જાય છે. જોકે, વધુ વજન ધરાવનારા લોકોને પણ ફેટી લીવરની સમસ્યા રહે છે જેને નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગ (NAFLD) કહે છે. શરીરનાં મહત્ત્વપૂર્ણ અંગ લીવરમાં ચરબી જમા થાય તેને પ્રાથમિક રીતે જોખમી ગણાવાતું નથી પરંતુ, તેનાથી આરોગ્યની અન્ય સમસ્યાઓ સર્જાય છે. લાઈફ સ્ટાઈલમાં સુધારો કરવામાં આવે તો વજન ઘટે છે અને સમગ્રતયા ચરબી ઘટવાથી લીવરમાં જમા થતી ચરબી પણ ઘટે છે. તાજેતરમાં ‘સેલ મેટાબોલિઝમ’માં પ્રસિદ્ધ અભ્યાસ મુજબ એરોબિક કસરતોની સાથે એકાંતરા ઉપવાસ કરવાથી પણ નોન-આલ્કોહોલિક ફેટી લીવરના રોગમાં ઘટાડો થાય છે. સંશોધકો હજુ વિશ્વમાં ભારે ઝડપથી વધી રહેલા નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગની સંપૂ્ર્ણ અસરોને સમજવા પ્રયાસ કરી રહ્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter