લંડનઃ વૃદ્ધ દર્દીઓને દરરોજ એક ટાઈમ વધારાનું ભોજન આપવાને લીધે હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થવાની શક્યતા લગભગ ૫૦ ટકા જેટલી ઘટી હોવાનું NHSની પાઈલોટ સ્કીમમાં જણાયું હતું.
થાપાના ફ્રેક્ચરને લીધે હોસ્પિટલમાં દાખલ કરાયેલા લોકોમાં બે વર્ષ અગાઉ અમલી બનાવાયેલી સ્કીમને લીધે મૃત્યુ દરમાં ઘટાડો નોંધાયો હતો. તબીબી વડાઓ આ સ્કીમને દેશભરમાં લાગૂ પાડવા વિચારણા કરી રહ્યાં છે. નિષ્ણાતો મુજબ વડીલ દર્દીઓ વૃદ્ધોના વોર્ડમાં સારવાર લઈ રહ્યા હોય છે ત્યારે આહારમાં પૂરતા પોષક તત્વો લઈ શકતાં નથી. દર વર્ષે થાપાના ફ્રેક્ચરને લીધે દાખલ કરાયાના એક મહિના બાદ લગભગ ૪૦૦૦થી વધુ વડીલોનું મૃત્યુ આ કારણે થતું હોવાનું તેઓ માને છે.