દુનિયાના ૩૭ વૈજ્ઞાનિકોની આંતરરાષ્ટ્રીય ટીમે લોકોનું સ્વાસ્થ્ય સલામત રાખવાની સાથે સાથે પૃથ્વીને પણ સુરક્ષિત રાખે તેવો ભોજનનો એક ખાસ ચાર્ટ તૈયાર કર્યો છે. તમામ પૃથ્વીવાસીઓ તેમના ભોજનમાં માંસ અને ખાંડનું પ્રમાણ ૫૦ ટકા ઘટાડી દે તો દર વર્ષે સમય કરતાં વહેલા મૃત્યુ પામતા એક કરોડ લોકોની સંખ્યામાં ઘટાડો થઈ શકે.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ચાર્ટનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે તો ૨૦૫૦ સુધીમાં એક હજાર કરોડ લોકોને ભોજન પણ મળી શકશે. જોકે, ભોજનનો બગાડ ચાલુ રહેશે ત્યાં સુધી માત્ર ડાયટ બદલવાથી વધુ ફાયદો થશે નહીં.
‘ધ પ્લેનેટરી હેલ્થ ડાયટ’ નામના આ ડાયટ ચાર્ટને તૈયાર કરવામાં વૈજ્ઞાનિકોને બે વર્ષનો સમય લાગ્યો હતો. તેમાં જળવાયુ પરિવર્તનથી લઈને આહારનો સમાવેશ કરાયો છે. અત્યારે દુનિયાની કુલ વસતિ ૭.૭ બિલિયન છે. ૨૦૫૦ સુધીમાં તે વધીને ૧૦ બિલિયન થઈ જશે. આટલી વિશાળ વસતિને ભોજન પૂરું પાડવાનું પણ તેટલો જ મોટો પડકાર બની જશે.
દરરોજ આવશ્યક ૨,૫૦૦ કિલો કેલરી કેવી રીતે મેળવી શકાય?
માંસ - ૧૪ ગ્રામ (૩૦ કિલો કેલરી)
શાકભાજી - ૨૫૦ ગ્રામ (૭૮ કિલો કેલરી)
ડેરી પ્રોડક્ટ્સ - ૨૫૦ ગ્રામ (૧૫૩ કિલો કેલરી)
અનાજ - ૨૩૨ ગ્રામ (૮૧૧ કિલો કેલરી)
ખાંડ - ૩૧ ગ્રામ (૧૨૦ કિલો કેલરી)
સ્ટાર્ચવાળા શાકભાજી - ૫૦ ગ્રામ (૩૯ કિલો કેલરી)
વધારાની ચરબી- ૫૧.૮ ગ્રામ (૪૫૦ કિલો કેલરી)
ઈંડા, માછલી, મરઘી વગેરે - ૧૯૫ ગ્રામ (૬૯૬ કિલો કેલરી )
ફળો - ૨૦૦ ગ્રામ (૧૨૬ કિલો કેલરી)