લંડનઃ બ્રિટનની ધ ચિલ્ડ્રન સોસાયટીએ તેના તાજેતરના રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી છે કે ૧૦થી ૧૫ વર્ષની વયમાં જીવનથી નાખુશ બાળકોની સંખ્યા વધીને લગભગ બમણી થઇ ગઇ છે. એસેક્સ યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસમાં તારણ નીકળ્યું છે કે ૨૦૧૮-૧૯માં ૧૦થી ૧૫ વર્ષની વયના ૬.૭ ટકા બાળકો તેમના જીવનથી ખુશ જણાયાં નથી. જ્યારે ૨૦૦૯-૧૦માં આ પ્રમાણ માત્ર ૩.૮ ટકા હતું.
ચિલ્ડ્રન સોસાયટીના કહેવા મુજબ આ રિપોર્ટના તારણો ચિંતાજનક છે. આ રિસર્ચ કોવિડ મહામારીના આગમન પૂર્વે કરાયું હોવાથી તેમાં મહામારીની નકારાત્મક અસરો સામેલ નથી. જોકે રિપોર્ટ કહે છે કે બ્રિટનમાં દર ૨૫માંથી ૧ બાળક એવા બાળકોનું પ્રતિનિધિત્વ કરે છે કે જેમને માનસિક સહારાની જરૂર છે. આ બાળકો સ્કૂલ, મિત્રોના સંબંધ અને સ્વરૂપ અંગે ચિંતિત છે. સોસાયટીના સીઇઓ માર્ક રસેલના જણાવ્યા અનુસાર આ નાખુશી કિશોરાવસ્થામાં થતી માનસિક પરેશાનીનો સંકેત હોઇ શકે છે.
જોકે સંશોધકોનું કહેવું છે કે એકલતા અને મુશ્કેલીના સમયમાં સંગીત સાંભળવાથી ભાવનાત્મક મજબૂતાઇ મળે છે. ઘણાં છોકરા-છોકરીઓ પોતે કેવાં દેખાય છે એ વાતથી ખુશ રહે છે. જેમની સાથે વાત કરવામાં આવી હતી તેમાંથી ૮થી ૧૩ ટકા બાળકોમાં આવો અસંતોષ વધ્યો છે. છોકરીઓની સંખ્યા પણ વધીને ૧૫-૧૬ ટકા થઇ છે. સોસાયટીના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર
સારા દેખાવાનું દબાણ છોકરાઓ વધુ અનુભવે
છે. સરવાળે આરોગ્ય પર તેની નકારાત્મક અસર પડે છે.