હોમ ટિપ્સ

Saturday 12th June 2021 06:59 EDT
 

રોજબરોજના જીવનને સરળ બનાવતા કેટલાક ઘરેલુ નુસખા... 

• લસ્સી બનાવતી વખતે પાણીને બદલે કાચું દૂધ ઉમેરશો તો લસ્સી ઘટ્ટ અને વધુ સ્વાદિષ્ટ બનશે.
• જમીન પર શાકભાજીના ડાઘ પડ્યા હોય તો એને દૂર કરવા માટે સ્પિરિટ નાખીને પોતું કરવું.
• ગુલાબ છોડની આસપાસ અથવા કૂંડામાં કેળાંની છાલ મૂકો. એ ફોસ્ફરસ અને પોટેશિયમનો શ્રેષ્ઠ સ્રોત છે.
• ભજિયાં તળતાં પહેલાં તેલમાં થોડું મીઠું નાખવાથી તેલ ઓછું વપરાય છે.
• ચણાની દાળ રાંધતી વખતે એમાં દૂધીની છાલ નાખવાથી સરસ સુગંધ આવશે.
• રસોડામાં મરી-મસાલાની બરણીઓ ગોઠવતી વખતે બરણી પર લેબલ મારી દો. પછી એને એબીસીડી પ્રમાણે ગોઠવો. જોઈતી બરણી સહેલાઈથી મળશે.
• પોટેટો ચિપ્સ બનાવતાં પહેલાં એના પર સહેજ મીઠું છાંટી દો. એથી ચિપ્સ એકદમ મજેદાર બનશે.
• સિગારેટની રાખથી ચાંદીનાં વાસણ તથા ઘરેણાં સાફ કરવાથી ચમકી ઊઠે છે.
• પરાંઠાં બનાવતી વખતે લોટમાં સહેજ મીઠું નાખશો તો પરાંઠાં એકદમ મુલાયમ બનશે.
• મીઠું ભેળવેલા પાણીમાં નાખીને મૂળા કાપવાથી એની તીખાશ જતી રહે છે.
• કોપરેલ શિયાળામાં જામી જાય છે. એટલે કોપરેલમાં ચાર-પાંચ ટીપાં એરંડિયાના તેલના નાખો. એનાથી કોપરેલ જામશે નહીં.
• રોટલીને લાંબા સમય સુધી નરમ અને મુલાયમ રાખવા માટે એની વચ્ચે આદુંના ટુકડા મૂકી દો.
• સૂકાં લાલ મરચાં તળતી વખતે કે શેકતી વખતે થોડું મીઠું નાખો. મરચામાંથી બળેલાની વાસ નહીં આવે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter