એકટ્રેસ દીપિકા પાદુકોણે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં હાજરી આપી હતી, જ્યાં તેણે વિદ્યાર્થીઓ સાથે તેના શાળાજીવન અને લાગણીઓ વ્યક્ત કરવાના મહત્ત્વ વિશે ચર્ચા કરી હતી.
વેલેન્ટાઇન્સ ડે પર જાણીતા એક્ટર પ્રતીક બબ્બરે એક્ટ્રેસ પ્રિયા બેનર્જી સાથે લગ્ન કર્યાં છે. સ્મિતા પાટિલ અને રાજ બબ્બરના દીકરા પ્રતીકે માત્ર પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં એક નાની ઉજવણી કરીને પ્રભુતામાં પગલાં પાડ્યાં હતા.
મનન... એક સોહામણો, સંસ્કારી અને હોંશિયાર નવયુવાન. મનનની માત્ર એક ઝલક દૂરથી જોતાં જ અવનિના મનમાં તેણે આબાદ પોતાનું સ્થાન લઈ લીધું હતું. તેની સૌમ્યતા - તેની નમ્રતા કોઈને પણ અપીલ કરી જાય તેવા હતા, અનેક યુવતીઓ તેની સાથે વાત કરવા તત્પર રહેતી, પરંતુ...
‘અવનિ બેટા... શું કરીશ ઈન્ડિયામાં..! તું વર્ષોથી અમેરિકામાં રહી, અહીંના રંગે રંગાઈ છે ને સ્ટુડન્ટ ઈન્ડિયાથી અમેરિકા ભણવા માટે આવે છે અને તું અહીંથી ત્યાં જઈશ?’ અમેરિકાના એક સુંદર હાઉસમાં સુલેખા પોતાની દીકરી અવનિને આછા અંધકારમાં પણ એકટક જોઈ રહી...