અક્કીની ‘બેલબોટમ’ કાનૂની વિવાદમાં

Wednesday 04th December 2019 05:29 EST
 
 
અક્કીની ‘બેલબોટમ’ કાનૂની વિવાદમાં
એક્શન સ્ટાર અક્ષયકુમારે તાજેતરમાં તેની નવી ફિલ્મ ‘બેલબોટમ’નું વિન્ટેજ પોસ્ટર શેર કર્યું છે. કન્નડ ભાષામાં આ જ નામે એક ફિલ્મ બની હતી અને તેની રિમેકના રાઇટ્સ ડાયરેક્ટર રવિ વર્મા પાસે છે. રવિ વર્મા અક્ષયની ફિલ્મની જાહેરાતથી નારાજ હોવાનું બહાર આવ્યું છે. તે કાનૂની લડત આપવા વિચારી રહ્યા છે. જોકે અક્ષયે ‘બેલબોટમ’ ફિલ્મના પોસ્ટરની જાહેરાત વખતે સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ કન્નડ ફિલ્મની રિમેક નથી અને પણ એક સત્ય ઘટના આધારિત છે.

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter