મુંબઈઃ અક્ષયકુમારે પોતાની ફિલ્મ ‘ગોલ્ડ’નું શૂટિંગ શરૂ કર્યું છે. એક્સેલ એન્ટરટેઈનમેન્ટની ફિલ્મ ‘ગોલ્ડ’ના નિર્ધારિત શૂટિંગ માટે અક્ષયકુમાર લંડનમાં છે. તેણે ટ્વિટર પર ફિલ્મ માટેનો પોતાનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જાહેર કર્યો હતો. ફિલ્મ માટેના આ ફર્સ્ટ લૂકમાં અક્ષય મૂછ સાથે પોતાના ખભે એક થેલો લટકાવીને ઊભો છે તેવું દેખાય છે. ઉલ્લેખનીય છે કે અક્ષય પ્રથમવાર રિતેશ સિંધવાની અને ફરહાન અખ્તરના બેનર હેઠળની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું નિર્દેશન રીમા કાગતી કરી રહી છે. ટીવી અભિનેત્રી મૌની રોય આ ફિલ્મથી મહત્ત્વના પાત્ર તરીકે ફિલ્મોમાં કરિયરની શરૂઆત કરી રહી છે.