લંડનઃ હિથ્રો એરપોર્ટ પર અક્ષયકુમારની અટકાયત કરવામાં આવી હતી. એવું કહેવાય છે કે, તેની પાસે જે વિઝા હતા તે વેલિડ નહોતા. ૬ એપ્રિલે આશરે અઢી કલાક સુધી અક્ષયકુમારની અટકાયત કરાઈ હતી. જોકે, પૂછપરછ બાદ તેને છોડી દેવાયો હતો.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 'રુસ્તમ' ફિલ્મના શૂટિંગ માટે ૧૫ દિવસ માટે અક્ષય પોતાના પર્સનલ ટ્રેનર સાથે મુંબઇથી લંડન પહોંચ્યો હતો. જ્યારે તે લંડનના હિથ્રો એરપોર્ટ પર પહોંચ્યો તો ઓફિસર્સે ત્યાં આવવાનું કારણ પૂછ્યું.
અક્ષયે કારણ જણાવ્યું કે તે ફિલ્મના શૂટિંગ માટે આવ્યો છે. ઓફિસર્સે આશરે અઢી કલાક સુધી તેની અટકાયત કરી હતી. દરમિયાન તે એરપોર્ટના પ્રાઇવેટ એરિયામાં બેઠો હતો. જોકે આ અંગે તેણે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો હતો.
પ્રોડક્શન હાઉસનો ઇનકાર
ફિલ્મના પ્રોડક્શન હાઉસ સાથે જોડાયેલા એક માણસે ન્યૂઝને ખોટા ગણાવ્યા છે. તેણે કહ્યું કે, કોઇ વગર વિઝાએ કેવી રીતે લંડન સુધી મુસાફરી કરી શકે. તેના બધા પેપર્સ સાચા અને વેલિડ હતાં. અક્ષય અહીં શૂટિંગ માટે આવ્યો હતો.