અથિયા શેટ્ટી હમણાં પોતાના અંગત સંબંધોને લીધે ચર્ચામાં છે. ચર્ચા છે કે, અથિયા અને કિક્રેટલ કે એલ રાહુલ એકબીજાને ડેટ કરી રહ્યાં છે. આ જોડી વારંવાર ડિનર અને ઇવેન્ટમાં પણ સાથે જોવા મળે છે. તાજેતરમાં જ અથિયા અને રાહુલ ડિનર પર ફરી સાથે જોવા મળ્યા હતા ત્યારથી બંને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. આ ડિનર ડેટ પર આથિયાએ બ્લેક બ્લેઝર અને વ્હાઇટ ક્રોપ ટોપ પહેર્યું હતું જ્યારે રાહુલે વ્હાઇટ ટી શર્ટ અને ડેનિમ જેકેટ પહેર્યું હતું. તેમની સાથે સૂરજ પાંચોલી અને આકાંક્ષા રંજન પણ હતા. ડિનર બાદ અથિયા અને રાહુલ એક જ કારમાં સાથે જતા જોવા મળ્યા હતા. જોકે ડિઝાઇનર વિક્રમ ફડનીસે અથિયાની રાહુલ સાથેના સંબંધની મજાક ઊડાવી હતી. તેથી પણ આ બંનેના રોમાન્સની વાત વધુ ચગી છે.