અદિતિ રાવ હૈદરીએ સિદ્ધાર્થ સાથે ગુપચૂપ સંસાર માંડ્યો

Friday 05th April 2024 06:49 EDT
 
 

સાઉથ એક્ટર સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરી લગ્નબંધને બંધાઈ ગયા છે. બંનેએ તેલંગણના શ્રી રંગનાયક સ્વામી મંદિરમાં લગ્ન કર્યા હતા. જોકે હજુ સુધી લગ્નની કોઇ તસવીરો સામે આવી નથી. સિદ્ધાર્થ અને અદિતિ ફોટો શેર કરીને ક્યારે સત્તાવાર જાહેરાત કરે છે તેની ચાહકો રાહ જોઇ રહ્યા છે. એક અહેવાલ અનુસાર, સિદ્ધાર્થ અને અદિતિ રાવ હૈદરીએ તેલંગણના શ્રીરંગાપુરમ્ જિલ્લાના રંગનાયક સ્વામી મંદિરમાં ગુપ્ત રીતે લગ્ન કર્યા હતા. બંને છેલ્લા ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. સિદ્ધાર્થ અને અદિતિએ 2021માં તમિલ-તેલુગુ ફિલ્મ ‘મહાસમુદ્રમ’માં સાથે કામ કર્યું હતું ત્યારથી બંને વચ્ચે નિકટતા વધી હતી. સિદ્ધાર્થે ‘રંગ દે બસંતી’ અને ‘ચશ્મેબદૂર’ જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. અદિતિ દક્ષિણ અને હિન્દી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તેણે ‘પદ્માવત’, ‘બોસ’, ‘રોકસ્ટાર’ અને ‘મર્ડર-3’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. અદિતિનો જન્મ 28 ઓક્ટોબર 1986ના રોજ હૈદરાબાદમાં એહસાન હૈદરી અને વિદ્યા રાવને ત્યાં થયો હતો. અદિતિ એક સમયે હૈદરાબાદના નિઝામ રહેલા સાહેલ અકબર હૈદરીની પૌત્રી છે. અદિતિના દાદા રાજા જે. રામેશ્વર રાવ તેલંગણના વાનપર્થીના રાજા હતા. અદિતિએ તેની કારકિર્દીની શરૂઆત ભરતનાટ્યમ નૃત્યાંગના તરીકે કરી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter