અદિતી રાવ હૈદરી અને સિદ્ધાર્થ 400 વરસ પ્રાચીન મંદિરમાં લગ્ન કર્યા છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને આ જાણકારી આપી છે. અદિતિ-સિદ્ધાર્થે ત્રણ વરસથી ડેટ કરી રહ્યા હતા અને ગયા માર્ચ મહિનામાં સગપણ કરી લીધું હતું. અદિતી-સિદ્ધાર્થે દક્ષિણ ભારતીય પરંપરાથી પ્રભુતામાં પગલાં પાડયા છે. પરિવારજનો તેમજ ખાસ મિત્રોની હાજરીમાં તેમણે લગ્ન કર્યા હતા. અદિતીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરીને સાથે લખ્યું હતું કે, ‘તું મારો સૂર, મારો ચંદ્ર અને મારો સિતારો છો. પરીકથાઓની માફક તારો સાથ રહે. હંમેશા હસતો રહેજે, તું કદી મોટો થતો નહીં. લવ, લાઇટ અને મેજિક જાળવી રાખજે... મિસિસ એન્ડ મિસ્ટર અદુ-સિદ્ધુ.’ અદિતી અને સિદ્ધાર્થની મુલાકાત ફિલ્મ ‘મહાસમુદ્રમ’ના સેટ પર 2021માં થઇ હતી અને ત્યારથી જ તેઓ ડેટ કરતા હતા.