અનુપ જલોટાના પ્રવક્તાએ કહ્યુ હતું કે મેધા જલોટાને બે મહિના પહેલા ન્યૂ જર્સીની એક હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાં તેમને એક ડોનર મળ્યા બાદ તેમના પર સર્જરી થઇ હતી. મેધા પૂર્વ વડા પ્રધાન ઇન્દ્ર કુમાર ગુજરાલનાં ભત્રીજી હતાં. જલોટા દંપતીને ૧૮ વર્ષીય પુત્ર આર્યમાન પણ છે. મેધાએ આ લગ્ન પૂર્વે ફિલ્મકાર શેખર કપૂર સાથે લગ્ન કર્યા હતા. કપૂરે મેધાને અંજલિ અર્પતા ટ્વિટર પર લખ્યું હતું કે, ‘હું જે સાહસિક લોકોને ઓળખું છું તેમાં મેધા મોખરે હતી. મેધાના આત્માને શાંતિ મળે. તેણે દેખાડી દીધું છે કે તમામ દુઃખ અને તકલીફો હોવા છતાં જિંદગીને હસીખુશીથી કઇ રીતે જીવી શકાય.’ ઉલ્લેખનીય છે કે મેધા પણ અનુપ જલોટાના ત્રીજી પત્ની હતા.