લાગે છે કે બોલિવૂડમાં સૌથી વધુ વ્યસ્ત હોય તો તે અનુપમ ખેર છે. તેઓ ૩૦ વર્ષ પછી કામમાંથી રજા લઇ રહ્યા છે. તેમના જણાવ્યા મુજબ તેઓ રજા લેવાથી ખુશ છે અને આ રજાઓમાં ‘પૃથ્વી પરના સ્વર્ગ’ કાશ્મીર જઈ રહ્યાં છે. અનુપમ ખેર એક કાશ્મિરી પંડિત છે. ૬૦ વર્ષીય અનુપમ ત્રણ દાયકા કરતા વધુ સમયથી ફિલ્મ ઉદ્યોગમાં છે. અનુપમે ટ્વીટ કરીને કહ્યું હતું, ‘આપણા કાશ્મીરના ગુલમર્ગમાં જઈ રહ્યો છું. ૩૦ વર્ષમાં કોઈપણ રજા લીધી નથી. તેથી પૃથ્વી પરની સૌથી સુંદર જગ્યાથી વિશેષ સારું સ્થાન કયું હોય શકે? તેમણે લખ્યું હતું, ‘આખું વિમાન શ્રીનગર અને કાશ્મીર જનારા મુસાફરોથી ભરેલું છે. મેં મારા પ્રશંસકો, દેશવાસીઓ સાથે ફોટો પડાવવાનું શરૂ કર્યું છે.’
અનુપમ ખેર તાજેતરમાં જ ‘ડર્ટી પોલિટીક્સ’, ‘શરાફત ગઈ તેલ લેને’ અને ‘બેબી’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યા હતા.