અનુષ્કા શર્માનો પશુપ્રેમ જાણીતો છે. તે પ્રાણીઓની દેખભાળ માટેના અને જાગૃતિ માટેના કાર્યક્ર્મમાં હંમેશાં હાજરી આપતી આવી છે. તેના નજીકના મિત્રો જાણે છે કે અનુષ્કા બીમાર પ્રાણીઓની સેવા અને ઈલાજ માટે પશુ હોસ્પિટલ બનાવવા માગે છે.
હવે એવા રિપોર્ટ છે કે અનુષ્કા શર્માનું સપનું સાર્થક થવા જઈ રહ્યું છે. અનુષ્કા પ્રાણીઓ માટે એક હોસ્પિટલ ખોલવાની યોજના બનાવી રહી છે. અનુષ્કાએ શાહપુરના દહગાંવમાં એનિમલ હોસ્પિટલ બનાવવાનું નક્કી કર્યું છે. આ માટે અનુષ્કાનું થાણેના કલેકટર તરપથી જમીનનું ક્લિયરન્સ પણ મળી ગયું છે.