લોકડાઉનમાં અનુષ્કા શર્મા તેના પતિ વિરાટ કોહલીની સાથે મજેદાર રીતે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. આ દરમિયાન તેઓ બંને પોતાના ફેન્સને એન્ટરટેઇન કરવાની એક પણ તક છોડતા નથી. હવે અનુષ્કાએ વિરાટનો એક વીડિયો શેર કર્યો છે કે જે ખૂબ ફની છે. આ વીડિયોને ખૂબ લાઇક્સ મળી રહી છે.
આ વીડિયોમાં જણાય છે કે, વિરાટ ડાયનાસોર બનીને ઘરમાં એન્ટર થઈ રહ્યો છે. આ દરમિયાન તે ડાયનાસોરની જેમ ચાલે છે. એ પછી તે થોડી વાર રોકાય છે અને કેમેરાની સામે જોઈને ડાયનાસોર જેવો અવાજ કાઢવાની કોશિશ કરે છે. એ પછી આગળ જતો રહે છે. અનુષ્કાએ આ વીડિયોને શેર કરવાની સાથે લખ્યું હતું કે, મેં ખુલ્લેઆમ ફરતો એક ડાયનાસોર જોયો હતો.