ફિલ્મ મણિકર્ણિકામાં કંગનાના કહેવાથી કેટલાક દ્રશ્યોનું પેચવર્ક અને કેટલાક સીન રિશૂટ કરવાની ચર્ચા વચ્ચે સોનુ સૂદે ફિલ્મને બાયબાય કીધા પછી પટકથા લેખક અપૂર્વ અસરાનીએ કોઈનું પણ નામ લીધા વગર ટ્વિટ કર્યું છે કે, એક સ્ટાર ફિલ્મને હાઈજેક કરી ક્રૂના સભ્યોની મહેનત પર પાણી ફેરવી દે તે ફિલ્મ માટે ઘાતક સાબિત થઈ શકે. અપૂર્વની ટ્વિટે બળતામાં ઘીનું કામ કર્યું હોવાનું કહેવાય છે. બીજી તરફ ‘મણિકર્ણિકાઃ ધ ક્વિન ઓફ ઝાંસી’માંથી એક્ઝિટ લઈને સોનુ સૂદે જાહેર કર્યું છે કે કંગના એક સારી મિત્ર છે, પણ તે આખા મુદ્દાને પુરુષ પ્રધાનતાનો બનાવી રહી છે જે હાસ્યાસ્પદ છે. જોકે મેં આ કારણે ફિલ્મ નથી છોડી. કંગનાએ જણાવ્યું છે કે, સોનુએ એટલે પ્રોજેક્ટ છોડ્યો છે કારણ કે મેં ફિલ્મના કેટલાક સીન માટે રિશૂટ અને પેચવર્ક માટે નિર્દેશ કર્યો હતો.