સંજય દત્ત અભિનિત ફિલ્મ ‘પાણીપત’ રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોમાં ફસાઈ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે અફઘાનિસ્તાને વાંધો દર્શાવ્યો હતો. હવે, પાકિસ્તાને પણ આ ફિલ્મનો વિરોધ કર્યો છે. વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા પાકિસ્તાનના વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન ફવાદ ચૌધરીએ કહ્યું કે, ફિલ્મમાં મુસ્લિમ શાસકને ક્રૂર બતાવવા ઈતિહાસ સાથે છેડછાડ કરાઈ છે. ચૌધરીએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, જ્યારે મૂર્ખ લોકો આરએસએસની (રાષ્ટ્રીય સ્વંયવક સંઘ) વિચારધારા હેઠળ ફરીવાર ઈતિસાહ લખે છે તો તેમની પાસેથી આપણે કેવી આશા રાખી શકીએ? આ ફિલ્મમાં ઈતિહાસ સાથે છેડછાડ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મમાં અર્જુન કપૂર સદાશિવ રાવના રોલમાં છે જ્યારે કૃતિ સેનન તેમની પત્ની પાર્વતીબાઈના રોલમાં છે. સંજય દત્તે ફિલ્મમાં અહમદશાહનો રોલ ભજવ્યો છે. ફિલ્મની રિલીઝ ડેટ ૬ ડિસેમ્બર રખાઈ છે.