બોલિવૂડ અભિનેતા અભય દેઓલના પિતા અને ધર્મેન્દ્રના નાના ભાઈ અજિતસિંહ દેઓલનું લાંબી બીમારી બાદ ૨૪મી ઓક્ટોબરે મુંબઈમાં અવસાન થયું હતું અને મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. અંતિમ ક્રિયામાં ધર્મેન્દ્ર, પુત્ર સની, બોબી, વીરુ દેવગન, અનિલ શર્મા, અનીસ બઝમી અને અન્નુ કપૂર સહિતની ફિલ્મી હસ્તીઓ હાજર રહી હતી.
અજિતસિંહે અનેક પંજાબી અને હિન્દી ફિલ્મોમાં અભિનય આપ્યો હતો, જેમાં બોબી દેઓલની ‘બરસાત’નો પણ સમાવેશ થાય છે. ૧૯૮૨માં આવેલી ફિલ્મ ‘મહેરબાની’નું દિગ્દર્શન પણ તેમણે કર્યું હતું.