અભિનેતા ઈન્દરકુમારનું ૨૮મી જુલાઈએ કાર્ડિયાર્ક એટેકના કારણે ૪૪ વર્ષની વયે મૃત્યુ થયું હતું. ઈન્દરકુમારના અંતિમસંસ્કાર મુંબઈના વરસોવાના સ્મશાનમાં કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કારમાં પરિવારના લોકો અને બોલિવૂડની હસ્તીઓ જોવા મળી. ઈન્દરકુમારનો જન્મ જયપુરમાં થયો હતો અને તેઓ તેમના પરિવાર સાથે કલકત્તામાં રહેતા હતા. ઈન્દરકુમારના પરિવારમાં તેમની પ્રથમ પત્ની ખુશી અને બીજી પત્ની પલ્લવી છે. ઉલ્લેખનીય છે કે ઈન્દરકુમારે ઘણી લોકપ્રિય હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું હિન્દી સિરિયલ 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી'માં તેણે મિહિર વીરાણી તરીકે પણ કામ કર્યું હતું. ૧૯૯૬માં આવેલી ફિલ્મ ‘માસૂમ’થી ઇન્દરકુમારે બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. સલમાન ખાનના ખાસ મિત્ર તરીકે બોલિવૂડમાં જાણીતા ઈન્દરકુમારે સલમાન સાથે ‘કહીં પ્યાર ન હો જાયે’, ‘તૂમકો ના ભૂલ પાયેંગે’ અને ‘વોન્ટેડ’માં કામ કર્યું હતું.