જીઓ ચેનલ અને જંગ દૈનિકના માલિક મીર શકિલ ઉર રહેમાન ઉપર ઇશનિંદા કરવાનો આરોપ મુકાયો હતો. આ કાર્યક્રમમાં જ્યારે વીણાના બનાવટી લગ્ન બશીર સાથે થઇ રહ્યા હતા ત્યારે એક ધાર્મિક ગીત વગાડવામાં આવતું હતું. નોંધનીય છે કે હિન્દી ફિલ્મઉદ્યોગમાં કામ કરી ચૂકેલી વીણાએ અગાઉ ભારતમાં પણ એક ટીવી રિયલીટી શોમાં પણ અશોભનીય કૃત્યો કર્યા હતા અને ભારે ટીકા પાત્ર બની હતી.
વીણા અને બશીરને સજા ફટકારનાર જજ શાહબાઝ ખાને કાર્યક્રમની સંચાલિકા શાઇસ્તા વાહીદીને પણ ૨૬ વર્ષની કેદ ફરમાવી હતી. આ ઉપરાંત કોર્ટે આરોપી ઉપર રૂ. ૧૩ લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને આદેશ કર્યો હતો કે જો તેઓ આટલી રકમ ના ભરી શકે તો તેમની સંપત્તિને વેચીને પણ પૈસા વસુલ કરવા. જજે પોતાના ચુકાદામાં કહ્યું હતુ કે આ ચારે જણાએ ધર્મની નિંદા કરી છે. હવે તેમની પાસે ઉપલી કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. આ ચારેય અત્યારે પાકિસ્તાનની બહાર છે અને રહેમાન તથા વીણા મલિક યુએઇમાં રહે છે.