મુંબઈઃ પુણે-મુંબઇ એક્સપ્રેસ હાઈવે પર ખાલાપુર ટોલ પ્લાઝા નજીક ૧૮મીએ અભિનેત્રી શબાના આઝમીની કાર ટ્રક સાથે ટકરાઈ હતી. આ રોડ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ અભિનેત્રી શબાના આઝમીને એમજીએમ હોસ્પિટલ પનવેલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
આ અકસ્માતમાં શબાનાના પતિ જાવેદ અખ્તરને શબાના કરતાં ઓછી ઈજા થઈ હતી, પણ શબાનાને ગંભીર ઈજા થઈ છે. આ ઘટનામાં એક અજાણી મહિલાને પણ ઈજા થઈ હોવાનું જણાવાયું હતું.
શબાનાની કારનો અકસ્માત એટલો ભયંકર હતો કે કારના આગાળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો જાવેદ અખ્તરે કહ્યું કે શબાનાને ટ્રોમા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
શબાના આઝમીના અકસ્માતની ખબર પડતાં સંખ્યાબંધ સેલિબ્રિટી હોસ્પિટલ પહોંચી હતી. તેમાં અનિલ અંબાણી, ટીના અંબાણી, અનિલ કપૂર, સતીષ કૌશિક, સલમા આગા અને તબ્બૂનો સમાવેશ થાય છે. જાવેદના પુત્ર ફરહાન અને પુત્રી ઝોયા પણ ત્યાં ઉપસ્થિત હતાં.