ગોવા પોલીસે પણજીમાં એક સેક્સરેકેટનો પર્દાફાશ કરીને એક અભિનેત્રીને દલાલની ચૂંગાલમાં બચાવી છે. તેનો દાવો છે કે તેણે ‘દબંગ-૨’ અને ‘ઓ માય ગોડ’ જેવી સફળ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. પોલીસે ૩૦ વર્ષની દલાલ આયેશા સઈદની ધરપકડ કરી છે. જે આ સેક્સરેકેટની મુખ્ય દલાલ છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસમાં હજુ ઘણાની ધરપકડ થઈ શકે છે.
સેક્સરેકેટમાંથી છૂટેલી અભિનેત્રીએ જણાવ્યું છે કે, નાણાકીય સમસ્યાને કારણે તેણે આ રસ્તો અપનાવ્યો હતો. પોલીસે જણાવ્યું કે તેને દલાલ આયેશાનો મોબાઇલનંબર એક વેબસાઇટ પરથી મળ્યો હતો. મુંબઈ પોલીસે બનાવટી ગ્રાહક બનીને સોદો પાકો કર્યો હતો. આ અભિનેત્રી પાસે એક રાતના રૂ. ત્રણ લાખ આયેશાએ માગ્યા હતા. પોલીસે સોમવારે આયેશાને રકમ પહોંચાડી હતી. અહીંની એક હોટેલમાં પોલીસના દરોડા દરમિયાન અભિનેત્રી ગ્રાહકોની સાથે વાંધાજનક હાલતમાં મળી હતી.