મુંબઈઃ હાલમાં ઐશ્વર્યા રાય અભિનિત ‘સરબજીત’ના પ્રીમિયર પ્રસંગે અભિનેકને આ પહેલાં ન જોયો હોય એવા મૂડમાં જોવા મળ્યો. બધાની સામે પત્ની ઐશ્વર્યા સાથેની તેની વર્તણૂકને કારણે અભિનેત્રી ભોઠી પડી ગઈ હતી. વાત એમ બની હતી કે, એશની ફિલ્મ ‘સરબજીત’ના પ્રીમિયર પ્રસંગે સંપૂર્ણ પરિવાર ત્યાં હાજર હતો. અભિષેક પત્ની એશનો હાથ છોડી આગળ ચાલવા લાગ્યો હતો. ફોટોગ્રાફરોએ અભિષેકને એશ સાથે ફોટો પડાવવા પાછો બોલાવ્યો જેથી યુગલની તસવીર લઇ શકે. અભિષેકે એકાદ-બે તસવીરો પાડવા દીધી અને ફોટોગ્રાફરો એશને પોઝ આપવાનું કહેતા હતા ત્યારે અચનાક જ અભિષેકનો મૂડ બદલાઇ ગયો હતો અને ‘એના જ ફોટા લો’ બોલીને ત્યાંથી ચાલતી પકડી હતી. પતિના આવા વર્તનથી ઐશ્વર્યા પણ ડઘાઇ ગઇ હતી. ત્યાં હાજર લોકોને પણ લાગ્યું હતું કે અભિષેકનું આવું વર્તન ઐશ્વર્યા રાય બચ્ચનને બિલકુલ પસંદ પડયું ન હોવાનું તેના ચહેરા પરથી સ્પષટ તરી આવ્યું હતું. આ ઘટના પછી બોલિવૂડમાં એવી ચર્ચા પણ છે કે અભિ-એશ વચ્ચે બધું સુખરૂપ ચાલતું ન હોવાની વાત પણ ચર્ચાવા લાગી છે.