ગોવિંદાના મરાઠી અભિનેત્રી સાથેના લગ્નેત્તર સંબંધોની અફવા વાઈરલ થતાં જ સમાચાર આવ્યા હતા કે પત્ની સુનિતા આહુજાએ તેમને ડિવોર્સની નોટિસ મોકલી છે. ગોવિંદાના વકીલે પણ દાવો કર્યો હતો કે, સુનિતાએ તેમને 6 મહિના પહેલા છૂટાછેડાની નોટિસ મોકલી હતી અને હવે બન્નેએ પોતાના પ્રોબ્લેમ સોલ્વ કરી નાંખ્યા છે. આ દરમિયાન સુનિતાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં એ તેના પતિથી અલગ થવાની અફવાઓને નકારતી જોવા મળી હતી. હકીકતમાં સુનિતા આહુજા તાજેતરમાં મુંબઈના એક મંદિરમાં જોવા મળી હતી. આ સમયે પત્રકારોએ તેમને ગોવિંદા સાથેના છૂટાછેડા સંદર્ભે પૂછ્યું હતું કે શું તેઓ પતિથી અલગ રહે છે? આ પ્રશ્નના જવાબમાં સુનિતાએ કહ્યું ‘જ્યારે ગોવિંદા રાજકારણમાં જોડાયો ત્યારે ઘણા બધા નેતાઓ ઘરે આવતા હતા. તે સમયે હું અને (દીકરી) ટીના ઘરે રહેતા હતા અને શોર્ટ્સ પહેરતા હતા. કાર્યકરો અને નેતાઓ સામે આમ ફરવું સારું નહોતું લાગતું તેથી અમે એક અલગ ફ્લેટ લીધો જેથી તે ફ્લેટમાં ગોવિંદા મિટિંગો કરી શકે અને અમે બીજા ફ્લેટમાં રહી શકીએ. બસ, આટલી જ વાત હતી. આ દુનિયામાં મને અને ગોવિંદાને કોઈ અલગ કરી શકશે નહીં, કોઈ માઈનો લાલ અમને અલગ કરી શકશે નહીં.’