જાણીતા ફોર્બ્સ મેગેઝીનની આ વર્ષની યાદી મુજબ હિન્દી ફિલ્મોના અનેક કલાકારો હોલીવૂડના અભિનેતા કરતા વધારે ધનવાન છે. આ યાદીના પ્રથમ દસમાં અમિતાભ બચ્ચન, સલમાનખાન અને અક્ષયકુમાર જેવા અભિનેતાનો સમાવેશ થાય છે.
એક અહેવાલમાં જણાવ્યા મુજબ સાતમા નંબરે સલમાનખાન અને અમિતાભ બચ્ચન સંયુક્ત રીતે છે. આ બંને અભિનેતા પાસે લગભગ બે બિલિયન ૧૩ કરોડ ૭૬ લાખ ૫૦ હજાર ૭૫ રૂપિયાની મિલ્કત છે. આ યાદીમાં આઠમા ક્રમે રહેલા અક્ષયકુમારની મિલ્કત બે બિલિયન સાત કરોડ ૩૮ લાખ ૩૯ હજાર ૬૨૫ રૂપિયા છે. શાહરુખખાન આ યાદીમાં ૧૯મા ક્રમે છે અને તેની પાસે ૧ બિલિયન ૬૫ કરોડ ૯૦ લાખ ૭૧ હજાર ૭૦૦ રૂપિયાની સંપત્તિ છે. જ્યારે રણબીર કપૂરને ૩૨મું સ્થાન મળ્યું છે તેની પાસે અંદાજે રૂ. ૯૮ કરોડથી વધુની સંપત્તિ છે.
સલમાનખાન, અમિતાભ બચ્ચન અને અક્ષયકુમાર હોલીવૂડના જોની ડેપ, લિયોનાર્ડો ડિ કેપ્રિયો જેવા કલાકારોની સમકક્ષ છે, જેમને પ્રથમ દસમાં સ્થાન મળ્યું છે. જ્યારે બેન અફલેક, હ્યુ જેકમેન, વિલ સ્મિથ, બ્રેડ પિટ જેવા કલાકારોથી શાહરુખખાન આગળ છે.