‘ધ બ્લૂ વ્હેલ’ નામની ઇન્ટરનેટ ગેમના કારણે ૩૦ જુલાઈએ મુંબઈના અંધેરી ઇસ્ટની શેર-એ-પંજાબ કોલોનીમાં ૧૪ વર્ષના સ્કૂલબોય મનપ્રીત સિંઘ સાહનીએ પાંચમાં માળેથી કૂદીને આત્મહત્યા કરી હતી. તેણે ‘બ્લૂ વ્હેલ’ ગેમની ટાસ્ક કમ્પ્લીટ કરવા માટે આ પગલું લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ગેમમાં ૫૦ દિવસના અલગ-અલગ ટાસ્ક મળે છે. રોજ ટાસ્ક પૂરું કર્યા બાદ પોતાના હાથ પર નિશાન બનાવવું પડે છે જે ૫૦ દિવસમાં પૂરું થતાં વ્હેલ આકારનું બની જાય છે. આ ટાસ્ક કમ્પ્લિટ કરવાવાળાનું અંતિમ ટાસ્ક આત્મહત્યા સુધીનું હોય છે.
મનપ્રીતે જીવ ગુમાવ્યા પછી અમિતાભ બચ્ચન આ ગેમને લઈને ચિંતિત છે. તેમણે ટ્વિટર પર તાજેતરમાં લખ્યું હતું કે, યુવાનો દ્વારા રમવામાં આવી રહેલી ડેન્જરસ ઇન્ટરનેટ ગેમ વિશે ચિંતાજનક ન્યૂઝ વાંચ્યા! જિંદગી જીવવા માટે મળી છે, સમય કરતાં પહેલાં એને ગુમાવવા માટે નહીં.’