સ્પેનિશ ફિલ્મ ‘ધ ઇનવિઝિબલ ગેસ્ટ’ પરથી સુજોય ઘોષ ડિરેક્ટેડ ફિલ્મ બદલામાં એક્શન ઈમોશન તો છે જ પણ જબરદસ્ત સસ્પેન્સ પણ છે. ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચનની અને તાપસી પન્નુની જબરદસ્ત કેમેસ્ટ્રી પણ છે. ફિલ્મમાં અવિક મુખોપાધ્યાયની સિનેમેટોગ્રાફી અને મોનિશા બાલદવાનું એડિટિંગ ફિલ્મને ઉત્તમ બનાવે છે. ફિલ્મમાં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન ફિલ્મ જોવા દર્શકોને જકડી રાખે છે. આ ફિલ્મમાં ગણતરીપૂર્વક અને સમજી વિચારીને બદલો લેવાની ભાવના પરદા પર નીતનવી દિલધડક સિચ્યુએશન સાથે દર્શાવવામાં આવે છે. તેથી ફિલ્મમાં પળે પળે વધતું સસ્પેન્સ દર્શકોના રુંવાડા ઊભા કરે છે.
વાર્તા રે વાર્તા
નૈના (તાપસી પન્નુ) પર અર્જુન (ટોની લ્યુક)ની હત્યાનો આરોપ મુકાય છે. તેના વકીલ (માનવ કૌલ) સિનિયર એડવોકેટ બાદલ ગુપ્તા (અમિતાભ બચ્ચન)ની આ કેસ સોલ્વ કરવામાં મદદ માગે છે. આ સમયગાળામાં નૈના અમુક એવા ખુલાસા કરે છે જે આ મર્ડર મિસ્ટ્રીમાં નવા નવા વળાંકો આપતા જાય છે.