ન્યૂ યોર્કમાં પહેલી નવેમ્બરે થયેલા આતંકી હુમલામાં આઠ વ્યક્તિઓનાં મોત નીપજ્યા હતા. અત્યારે ટીવી શો ‘ક્વાન્ટિકો’ માટે ન્યૂ યોર્કમાં શૂટિંગ કરી રહેલી પ્રિયંકાએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, તેના ઘરથી ફક્ત પાંચ બ્લોકના અંતરે જ આ હુમલો થયો હતો. પ્રિયંકાએ આ હુમલાને વખોડી કાઢ્યો હતો. તેણે ટ્વિટ કર્યું હતું કે, મારા ઘરથી ફક્ત પાંચ બ્લોક્સના અંતરે આમ થયું હતું. હું વર્કથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ઉદાસી ફેલાવનારી સાયરન્સ અને મને યાદ કરાવતી હતી કે, દુનિયાની શું સ્થિતિ થઈ ગઈ છે. પ્રિયંકાએ આ પહેલાં આ ઘટના પ્રત્યેક શોક વ્યક્ત કરતાં લખ્યું હતું કે, આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત તમામ વ્યક્તિઓ પ્રત્યે મારી સહાનુભૂતિ. પ્રિયંકા તેના શોના શૂટિંગ માટે ન્યૂ યોર્કમાં છે. રવિવારે ઓનલાઇન અપીયર થયેલા પિકચર્સથી ખ્યાલ આવે છે કે, આ સ્ટાર આ શોના બંધક સીન માટે શૂટિંગ કરી રહી છે.