અમેરિકામાં પાટીદારોની કહાની ‘મીટ ધ પટેલ્સ’માં

Monday 14th September 2015 07:41 EDT
 

ગુજરાતના પાટીદારો પર બનેલ એક ડોક્યુમેન્ટરી ફિલ્મ ‘મીટ ધ પટેલ્સ’ ૧૧ સપ્ટેમ્બરે અમેરિકાના ઘણા શહેરોમાં પ્રદર્શિત થઈ છે. આ ફિલ્મ બે ભાઈ-બહેન રવિ પટેલ અને ગીતા પટેલે પોતાના જ પરિવાર પર બનાવી છે. આ પ્રથમ એવી ઘટના છે કે ભારતીય મૂળની ડોક્યુમેન્ટરી અમેરિકાભરમાં જોવા મળશે. હાસ્ય અને રોમાન્સ કથાનક ધરાવતી આ ફિલ્મ અમેરિકાવાસી પાટીદાર સમાજના યુવાનના લગ્નના મુદ્દા પર આધારિત છે.

રસપ્રદ વાત તો એ છે કે, જ્યારે આ ફિલ્મનું નિર્માણ થતું હતું ત્યારે કોઇને પણ જાણ નહોતી થઇ કે તેમના સમાજના યુવાનો પર જ એક ડોક્યુમેન્ટરી બની રહી છે. આ ડોક્યુમેન્ટરીને અમેરિકામાં ઘણા ફિલ્મોત્સવમાં એવોર્ડ મળી ચૂક્યા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter