અરબાઝ અને જ્યોર્જિયાનું બ્રેકઅપ

Sunday 10th December 2023 05:41 EST
 
 

અરબાઝ ખાન છેલ્લા લાંબા સમયથી પોતાના કરતાં 22 વરસ નાની જ્યોર્જિયા સાથે ડેટ કરતો હતો. આ યુગલ રિલેશિપમાં હતું અને હવે જ્યાર્જિયાએ સ્પષ્ટ કર્યું છે કે, બન્ને વચ્ચેના સંબંધોને અંત આવી ગયો છે. જ્યોર્જિયા ઇટાલિયન અભિનેત્રી અને મોડેલ છે. આ ઉપરાંત તેણે શ્રેયસ તળપદેની ફિલ્મ ‘વેલકમ ટુ બજરંગપુર’થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું છે. જ્યોર્જિયાએ પોતાના અને અરબાઝના સંબંધોનો અંત આણ્યો હોવાનું કન્ફર્મ કરતાં જણાવ્યું હતું કે, અમને બન્નેને સમજાઇ ગયું હતું કે અમારા સંબંધો લાંબા સમય સુધી ચાલવાના નથી. અમારા બન્નેના સ્વભાવો એકબીજાના સ્વભાવથી વિપરિત છે, પરંતુ અમારા બન્નેમાં આ સ્વીકારવાની હિંમત જ નહોતી. તેણે એમ પણ કહ્યું હતું કે, અરબાઝ અને મલાઇકાના સંબંધોની કોઇ અસર અમારા સંબંધ પર પડી નથી. તેઓ તેમના પુત્ર અરહાન માટે પોતપોતાની રીતે જવાબદારી નિભાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, અરબાઝ અને મલાઇકાએ 2017માં છુટાછેડા લીધા હતા. ત્યાર પછી અરબાઝ જ્યોર્જિયા સાથે સંબંધમાં હતો અને મલાઇકા અર્જુન કપૂર સાથે સંબંધમાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter