મલાઈકા અરોરાથી અલગ થયેલો અરબાઝ ખાન નવેસરથી ઘરસંસાર માંડી રહ્યો છે. અરબાઝ ખાને મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા છે અને તેમના છૂટા પડવાનું કારણ હવે ધીરે ધીરે સ્પષ્ટ થઇ રહ્યું છે. અરબાઝ ખાન વિદેશી યુવતી સાથે સંબંધ ધરાવે છે. બન્નેની તસવીર વાયરલ પણ થઇ હતી. અરબાઝ અને એલેકઝાન્ડ્રા પ્રેમમાં છે એવી ચર્ચા ફિલ્મજગતમાં છે. આ યુવતી રોમેનિયન છે અને ગોવામાં પોતાની રેસ્ટોરાં ચલાવે છે. અરબાઝ વિદેશી ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. એક વેબ પોર્ટલના અનુસાર આ યુગલ થોડા સમયમાં જ લગ્ન કરવાનું છે. અરબાઝ અને એલેકઝાન્ડ્રાએ તો લગ્નની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જોકે હજી તારીખ જાણવા મળી નથી. અરબાઝ અને સલમાન બન્ને ભાઇઓ રોમાનિયન યુવતીના પ્રેમમાં છે. અરબાઝ આ યુવતી સાથે ગોવામાં દેખાયો હતો ત્યારથી બન્નેના સંબંધો વિશે ચર્ચામાં છે.
અરબાઝ અને મલાઈકાનો અરહાન નામનો એક પુત્ર છે. જેની કસ્ટડી માતા મલાઈકાને મળી છે. કહેવાય છે કે અરબાઝે મલાઈકાને મુંબઇમાં એક ફ્લેટ અને રૂ. ૧૫ કરોડ રોકડા આપ્યા છે. અરબાઝ લગ્ન કરવાનો છે કે પછી વાત માત્ર અફવા જ છે એ તો સમય આવ્યે જ જાણ થશે.