મુંબઈઃ એક સમયે બોલિવૂડના પાવરફુલ કપલ કહેવાતા મલાઈકા અરોરા ખાન અને અરબાઝ ખાન આજકાલ છૂટાછેડાની ખબરોને લીધે ચર્ચામાં છે. તેમની વચ્ચે અંતર વધવાનું કારણ અર્જુન અને મલાઈકાની નજદીકીને પણ ગણવામાં આવે છે. તાજેતરમાં અર્જુન મલાઈકાને મળવા તેના ફ્લેટ પર પણ પહોંચ્યો હતો અને મોડી રાત્રે તેના ઘરેથી બહાર નીકળતો દેખાયો હતો. નોંધનીય છે કે અર્જુનનું અરબાઝની બહેન અર્પિતા સાથે બ્રેક અપ થયા પછી પણ તે મલાઈકાની ખૂબ નજીક હોવાની વાતો ચર્ચાતી રહી હતી.