કલાકાર અર્જુન રામપાલ અને તેની પત્ની મેહરના ડિવોર્સ મંજૂર થઈ ગયા છે. આ સાથે તેમના ૨૧ વર્ષ લાંબા લગ્નજીવનનો અંત આવ્યો છે. મુંબઈમાં બાન્દ્રાની ફેમિલી કોર્ટે અર્જુન અને મેહરના ડિવોર્સને મંજૂરી આપી છે. તેમની બે દીકરીઓ માહિકા અને માયરા બાન્દ્રામાં તેમના ડુપ્લેક્ષમાં મેહર સાથે રહેશે. ૨૦ એપ્રિલ ૨૦૧૯ના રોજ અર્જુન અને મેહરે કોર્ટમાં ડિવોર્સ ફાઈલ કર્યાં હતા. આ દરમિયાન અર્જુન તેના પરિવારથી અલગ રહેવા લાગ્યો હતો.