પોતાના પ્રેમજીવન વિશે જાહેરમાં ન બોલનારી જોડી અલી ઝફર અને રિચા ચઢ્ઢાના લગ્ન એપ્રિલમાં થવાના હોવાની ચર્ચા બોલિવૂડમાં છે. આ પ્રેમીયુગલના લગ્ન વિશે છેલ્લા થોડા દિવસોથી અટકળો સાંભળવા મળતી હતી, પરંતુ હવે તેના પર પૂર્ણવિરામ મુકાયું છે. કહેવાય છે કે થોડા દિવસ અગાઉ માલદિવ્સમાં અલીએ રિચા સમક્ષ લગ્રનો પ્રસ્તાવ મૂક્યો હતો અને રિચાએ તેને સ્વીકારતાં તેમણે લગ્નની તૈયારીઓ આરંભી હતી. ૧૫ એપ્રિલ આસપાસ તેમના લગ્ન થશે એવી ચર્ચા થાય છે.